અમદાવાદ : દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર, ચાઇનીઝ નાગરિક સહિત 3 ની ધરપકડ

અમદાવાદ પોલીસે ચાઇનીઝ નાગરિક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની ઉપર ભારતમાં ચાઇનીઝ શેલ કંપનીઓ ખોલી ટેકસ ચોરી કરી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનો આરોપ છે.

New Update

અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા અલગ અલગ ફરીયાદો નોંધાવવામાં આવી.. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આયોજનબદ્ધ રીતે કેટલાક ચાર્ટડ એકાઉટન્ટ તેમજ અન્ય મળતીયાઓ કાવતરૂ રચી ચાઇનીઝ શેલ કંપનીઓ ઉભી કરી છે. જેમાં પ્રથમ ડમી ભારતીય ડિરેકટરો બનાવી રચના કરી પાછળથી તેનું રાજીનામું લઇ ફકત ચાઇનીઝ ડિરેકટરોના હવાલે કંપની કરી દેવામાં આવતી હતી. ચાઇનીઝ ડીરેકટરો કંપનીમાં ખોટી રીતે નુકસાન બતાવી નાણાકીય વ્યવહારોના ખોટા હિસાબો રજુ કરી ભારત સરકારને ટેકસ આપતાં ન હતાં. આ રીતે ટેકસ નહિ ચુકવી દેશના અર્થતંત્રને ખોખલું કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું..અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે એક ચાઈનીઝ નાગરિક સહીત 3 લોકોની ધરપકડ કરી છે.

Latest Stories