અમદાવાદ : AMCના આસિસ્ટન્ટ TDO અને એન્જિનિયર રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા..!

અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટ TDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા ACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

New Update

અમદાવાદ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના આસિસ્ટન્ટTDO અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતાACBના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ TDOએ મિલકતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાના કામ પેટે રૂપિયા 50 લાખની માંગણી કરી હતી. જે પેટે અરજદારે આરોપીને રૂપિયા 20 લાખ આપ્યા હતા. જેમાં આરોપી હર્ષદ ભોજક અને આશિષ પટેલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં આ કામના ફરિયાદીની વડીલો પાર્જીત જમીનમાં મકાનો અને દુકાનો હતી. જે અમદાવાદ મનપા દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી હતી. જેથી મકાનો અને દુકાનોના ભાડુઆતો તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી.

જેમાં જણાવ્યું હતું કે, AMCની કચેરીએ જઇ જરૂરી પુરાવા રજૂ કરશોતો AMC તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે. જેથી ફરિયાદી ગવર્નમેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલને મળ્યા હતાજ્યાં તેઓને AMCમાં આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી હતી. જેથી હર્ષદ ભોજકે ફરિયાદીનું કામ કરી આપવા માટે રૂપિયા 50 લાખની લાંચ માંગી હતીજ્યારે આશિષને રૂપિયા 10 લાખ આપવાની વાત થઈ હતી. જોકેરકઝકના અંતે 20 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેઓએ ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACBની ટીમે આશ્રમ રોડ પર ચીનુભાઈ ટાવર સામે આવેલ અક્ષર સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતુંજ્યાં હર્ષદ ભોજક ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. હાલ તો ACBએ બન્ને લાંચિયા અધિકારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદ : દસ્ક્રોઈના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે ફાલસાની સફળ ખેતી કરી બતાવી, અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

New Update
  • દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતની સિદ્ધિ

  • ખેડૂત અમિત શાહે સફળતાપૂર્વક ફાલસાની ખેતી કરી બતાવી

  • ખેડૂતે સરકારી સહાયની મદદથી ખરીદ્યું હતું પલ્પ મશીન

  • ખેડૂતે પલ્પ મશીનની મદદથી રૂ. 12 લાખની આવક મેળવી

  • ખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય : પ્રગતિશીલ ખેડૂત

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂતે સફળતા પુર્વક ફાલસાની ખેતી કરી બતાવી છે. તો આવો જાણીએ તેમની "પલ્પથી પ્રગતિ"ની સફર વિશે...

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામના પ્રગતિશીલ ખેડૂત અમિત શાહે ફાલસાની ખેતી કરી નવી કેડી કંડારી છે. અમિત શાહના પિતાએ 10 વર્ષ પહેલા ફાલસાની ખેતી શરૂ કરી હતી. આજ ખેતીને અમિત શાહે COVID-19 દરમિયાન ફાલસાના પલ્પને એક કુદરતી હેલ્થ બૂસ્ટર તરીકે અપનાવ્યું હતું. આમતેઓની "પલ્પથી પ્રગતિ"ની સફરનો પ્રારંભ થયો હતો. ખેડૂતે સરકારી સહાયની મદદથી એક પલ્પ મશીન ખરીદ્યું હતું. જેની મદદથી તેઓ સીઝનમાં 12થી 13 લાખ રૂપિયાની આવક અને 8thi 10 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કમાઈ રહ્યા છે. ગુજરાત સરકાર કૃષિમાં મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂત અમિત શાહની આ સફળતા એ સાબિત કરે છે કેખેતીમાં મૂલ્ય વૃદ્ધિથી આવક વૃદ્ધિ શક્ય બને છે.