અમદાવાદ : કમલમ ખાતે વડાપ્રધાન મોદીની અર્ધ્ય આપતી રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

New Update

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ સ્થિત ભાજપ કમલમ કાર્યાલય ખાતે તેઓની અર્ધ્ય આપતી રંગોળી બનાવવામાં આવી છે, ત્યારે આ વિશાળ રંગોળી હાલ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.

Advertisment

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 4 વર્ષ બાદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે જ તેઓ અમદાવાદના કમલમની મુલાકાત લેવાના હોવાથી સમગ્ર કાર્યાલય તેઓ નિહાળવાના પણ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં તેઓ માટે ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ ગયા હતા, ત્યારે ગંગા નદીમાં તેઓએ ડૂબકી લગાવી હતી. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં કળશ લઈને નદીમાં અર્ધ્ય આપતા ફોટાના પોસ્ટર પર રંગોળી બનાવવામાં આવી છે. વાદપ્રધાન નરેન્દ્ર મોદી આ વિશાળ રંગોળી પણ નિહાળવાના છે, ત્યારે વડાપ્રધાનના આગમનને લઈ કમલમને શણગારવામાં આવ્યું છે. કમલમ મુખ્ય ગેટથી માત્ર વડાપ્રધાન જ પ્રવેશ કરવાના છે, તે જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી છે. વડાપ્રધાન સિવાયના તમામ નેતાઓને કમલમના પાછળના દરવાજેથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે, હાલ તો આ વિશાળ રંગોળીએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

Advertisment