Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: અટલ બ્રિજ બન્યો આકર્ષણનું કેન્દ્ર, 5 લાખ લોકોએ કરી મુલાકાત

શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

X

અમદાવાદમાં શહેરીજનો માટે કાંકરિયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટની સાથે-સાથે સાબરમતી નદી પર બનાવાયેલો આઈકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ઉનાળાનું વેકેશન ચાલતું હોઈ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તે રોજેરોજ રાતના અગિયાર વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો છે, જેના કારણે વેકેશનમાં 5 લાખથી વધુ મુલાકાતીઓ અટલબ્રિજની મજા માણી હતી. અટલબ્રિજની એપ્રિલ-2023ની કમાણી રૂ.64,32,440 હતી, જે મે મહિનામાં વધીને રૂ.79,80,545 થઈ હતી એટલે કે છેલ્લા બે મહિનામાં આ કમાણી 1.50 કરોડ પર પહોચી છે.

Next Story