/connect-gujarat/media/post_banners/3543ee5a8686980980a28f8c713467b35b6374c81d0dd1809f06dac6f48b3678.jpg)
ગુજરાતમાં ATSએ વધુ એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્ય બહારથી ગુજરાતમાં લવાતા હથિયારોના કારોબારનો પર્દાફાશ કરી ATSએ 54 જેટલાં ઘાતકી હથિયાર સાથે 22 આરોપીઓને દબોચી લીધા છે.
રાજ્યમાં ગેરકાયદે હથિયાર વેચાણના રેકેટનો ગુજરાત ATSએ પર્દાફાશ કર્યો છે. ગુજરાત ATSના વધુ એક ગુપ્ત ઓપરેશનમાં હથિયાર તસ્કરીના ગુન્હામાં સંડોવાયેલ 22 જેટલાં આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના એલીઝ્બ્રીજ પેટ્રોલ પંપ નજીક દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરિયા અને ચાંપરાજ ખાચર પાસે હથિયારો હોવાની ગુજરાત ATSના અધિકારીને બાતમી મળી હતી, ત્યારે સ્થળ પર જઇ તપાસ કરતાં આ બન્ને શખ્સો પાસેથી બે-બે હથિયારો મળી આવ્યા હતા. જોકે, બન્ને શખ્સોની વધુ પૂછપરછ કરતા 59 હથિયાર અને અન્ય 20 જેટલા આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જે તમામની પૂછપરછમાં રાજ્ય બહારથી ગેરકાયદે રીતે હથિયાર ઘુસાડવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે, પકડાયેલ આરોપીઓમાં મોટાભાગના શખ્સો સૌરાષ્ટ્રના હોવાનું બહાર આવ્યું છે. ATSએ આ આરોપીઓની પ્રથમિક પૂછછપરછ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આરોપીઓએ અગાઉ 100 જેટલા ગેરકાયદેસર હથિયારો મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું જણાવ્યુ હતું. જેમાં આ હથિયારોનો ઉપયોગ તેઓ ગુનાહિત પ્રવુતિઓ માટે કરતા હતા. અમુક આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના અન્ય ગુના પણ નોંધાયા છે, ત્યારે હાલ તો આટલા મોટા પ્રમાણમાં હથિયારો કેમ લાવ્યા છે તે સહિતની પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે.