Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં કન્વર્ટ કરી ચલાવતા કોલ સેન્ટરનો એ.ટી.એસ.એ કર્યો પર્દાફાશ

આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં તબદીલ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

X

ગુજરાત ATS દ્વારા દેશના અર્થતંત્રને નુકશાન પહોંચાડનાર અને રાષ્ટ્રીય સલામતીને જોખમમાં મૂકી ગેરકાયદેસર રીતે વોઈપ એક્સચેન્જનો ઉપયોગ કરીને સિમબોક્સની મદદથી આંતરરાષ્ટ્રીય કોલ લોકલ કોલમાં તબદીલ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત એ.ટી.એસ દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

ગુજરાત ATS દ્વારા બાતમીના આધારે જુહાપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી શાહીદ લીયાકત અલી સૈયદને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી એક લેપટોપ, 32 પોર્ટના ગેટવેના ચાર અલગ અલગ સિમ બોક્સ, એક વાઇફાઇ રાઉટર, એક લેન સ્વીચ ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં અન્ય રાજ્યોના 139 સિમ કાર્ડ નાખેલા હતા. જે તમામ સિમ કાર્ડ ગેર કાયદેસર રીતે સિમબોક્સ - સિમબૅક ચલાવવા માટે તેને લગતા અલગ અલગ ડીવાઈસ , રાઉટર તેમજ ત્રાહિત વ્યક્તિના નામના સિમ કાર્ડ ખરીદી સીમકાર્ડ બોક્સ બહેરીન ખાતે રહેતા નજીબ તથા તેના સાગરીત સોહેલ અમિત અકીકની મદદથી ISD કોલને GSM રૂટ કરી ભારતમાં વિદેશી આવતા કોલને કન્વર્ટ કરતો હતો. આરોપી પાસેથી ATS એ 3,50,000 નો મુદામાલ કબ્જે કર્યો છે અને સીમકાર્ડ ક્યાંથી અને કોની પાસેથી લીધા છે તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.

Next Story