Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બાંગ્લાદેશી આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવતા સંગઠનનો ATSએ પર્દાફાશ કર્યો..!

ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા,

X

ગુજરાત ATSએ અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ કર્યો છે. બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાઓના આદેશથી ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે કોઈ મોટી ઘટનાને અંજામ અપાય તે પહેલા જ ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, 2 દિવસ પહેલા ગુજરાતમાં આતંકી હુમલાના IBના એલર્ટ બાદ ATSએ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરાય હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે તેમની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. જેમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો છે. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે. આ સાથે જ ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સોએ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી. ત્રણેય બાંગ્લાદેશી યુવકો કયા હેતુથી ગુજરાત આવ્યા અને કેવી રીતે ગુજરાત પહોંચ્યા તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. કોઇને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા છે, અને કઇ કઇ જગ્યાએ તેમણે આ પ્રકારની કામગીરી કરી છે, તે અંગે હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Next Story