Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ પાસેથી ATSએ પાકિસ્તાની ઓળખકાર્ડ કબ્જે કર્યા,આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ જખૌના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તે મામલે દરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે.

X

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ જખૌના દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તે મામલે દરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ATS એ પકડાયેલા 6 પાકિસ્તાની આરોપી પાસેથી પાકિસ્તાની ઓળખકાર્ડ કબજે કર્યા છે. તો સાથે આરોપી સાજિત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હાજી હસનનો પુત્ર હોવાનું સામે આવ્યું છે આમ પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ કરોડોની કિંમતના ડ્રગ્સ ડિલિવરી કરવા પોતાના પુત્રને પણ સાથે મોકલ્યો હતો.

ટીવી સ્ક્રીન પર દેખાતા આ આરોપીઓ બીજા કોઈ નહીં પણ કરોડો નો ડ્રગ્સ ની ડિલિવરી કરવા આવેલ પાકિસ્તાની નાગરિકો છે. જેમાં ATS દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આરોપીઓમાંથી એક આરોપી સાજિત વાઘેર આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હાજી હસનનો પુત્ર છે. આ કરોડો નો ડ્રગ્સ ની ડિલિવરી કરવા માટે હાજી એ પોતાના પુત્રને મોકલ્યો હતો જેમાં ATS અને કોસ્ટગાર્ડ અને જોઈન્ટ ઓપરેશન માં 6 પાકિસ્તાનીઓ સાથે તે પણ ઝડપાયો છે. આ આરોપીઓ જોડેથી પાકિસ્તાની દસ્તાવેજો અને ઓળખકાર્ડ કબ્જે કર્યા છે. ડ્રગ્સ નો મોટો જથ્થો હોવાના કારણે આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર હાજી હસન ને પોતાના દીકરાને જ મોકલી દીધો. અને આજે ગુજરાત ATS ના કબજામાં છે. ત્યારે પાકિસ્તાન આ ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલ છે તે સાબિતી પણ આજે મળી આવી છે. તો ગુજરાત ATS અને કહેવા મુજબ બીજો મુખ્ય સૂત્રધાર હાજી હાસમ પણ હાજી હસન સાથે સંકળાયેલ છે. 2020 જાન્યુઆરીમાં એક 35 કિલો નું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાયું હતું એમાં આ બે આરોપી વોન્ટેડ હતા જે ઓળખ કાર્ડ મળી આવ્યા છે તે પાકિસ્તાની છે તેના આધારે ગુજરાત ATS આગળની તપાસ કરી રહી છે. આમ નાપાક પાકિસ્તાન વધુ એક સાજિસ ગુજરાત ATS એ ખુલ્લી પાડી છે અને આવનારા સમયમાં વધુ મોટા ખુલાસા થાય એવી સંભાવના છે.

Next Story