અમદાવાદ : નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢવાનો પ્રયાસ, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે કેટલાક હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા

અમદાવાદ : નૂપુર શર્માના સમર્થનમાં રેલી કાઢવાનો પ્રયાસ, પોલીસ તંત્ર દોડતું થયું
New Update

ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણી નો મામલો હવે ગરમાય રહ્યા છે અમદાવાદ શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે કેટલાક હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આવ્યા હતા અને રેલી કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

નૂપુર શર્મા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં આજે કેટલીક સંસ્થાઓ અને હિન્દુવાદી સંગઠનો નૂપુર શર્માના સમર્થનમાં આગળ આવ્યા હતા. શહેરના ઇસ્કોન ચાર રસ્તા પાસે આજે સવારથી કેટલાક કાર્યકરો ભેગા થયાના મેસેજ મળતા પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું. પણ કાર્યકરોની સંખ્યા જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે ભેગા થયેલા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો, પણ એક સમયે કાર્યકરો રેલી કાઢવા અડગ હતા પણ ઉચ્ચ અધિકારીઓ એ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

નુપુર શર્માના સમર્થનમાં આવેલા લોકોનું કહેવું હતું કે તેઓ રેલી કાઢવા માંગતા હતા. તે બાબતની પરમિશન પણ માંગી હતી પણ પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે અમને અટકાયત કરવાની વાત કરી અમને રોકી રાખ્યા છે. રેલીમાં સામેલ લોકોનું કહેવું છે જે રીતના હિન્દુ સમાજના તહેવારોમાં પથ્થરમારો થઈ રહ્યો છે તે અસહનીય થઇ રહ્યું છે. તેમની માંગણી હતી કે શાંતિપૂર્વક પ્રદર્શન કરવા દે કારણ કે એક મહિલાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે તે નિંદનીય છે તો પોલીસે પણ અટકાયત કરતા કાર્યકરોને સમજાવી પરત મોકલ્યા હતા. પોલીસના કહેવા મુજબ આ રેલીની પરમિશન ન હોવાને કારણે અમે રેલી નીકળવા દીધી ન હતી.

#Connect Gujarat #BeyondJustNews #police #Ahmedabad #people #Support #rally #Nupur Sharma
Here are a few more articles:
Read the Next Article