Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આજથી 2 દિવસ માટે બેન્કોની હડતાળ, કરોડોના આર્થિક વ્યવહારને અસર...

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોય એસો.ના નેજા હેઠળ દેશભરમાં આજથી 2 દિવસ માટે બેન્કો દ્વારા હડતાળ કરવામાં આવી છે.

X

ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોય એસો.ના નેજા હેઠળ દેશભરમાં આજથી 2 દિવસ માટે બેન્કો દ્વારા હડતાળ કરવામાં આવી છે. જેમાં સરકારની જાહેર સાહસ વિરોધી નિતિ સામે અમદાવાદના બેન્ક કર્મચારીઓએ કામથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતમાં અમદાવાદ સહીત રાજ્યભરમાં બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતે મહા ગુજરાત બેન્ક એસોસિએશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓએ એકત્ર થઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોય એસોસિએશન દ્વારા યોજાયેલ બેન્ક હડતાળમાં તમામ રાષ્ટ્રીયકૃત બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક, સંગઠિત સહકારી બેન્કના કર્મચારીઓ જોડાયા હતા.

બેન્ક કર્મીઓએ હડતાળમાં જોડાઈ બેન્કોનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી છે. સાથે જ બેન્ક લોન રીકવરી શરૂ કરવા, થાપણના વ્યાજમાં વધારો કરવાની માગ છે. નવી પેન્શન યોજના રોકો, DA લિંક્ડ પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માગ ઉઠી છે. આ ઉપરાંત આઉટસોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરાવવાની માગ કરાઇ છે. જોકે, આ બેન્ક હડતાળથી રાજ્યમાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારને અસર થશે, તો સાથે જ આવતીકાલે પણ આ હડતાળ યથાવત રાખવા બેન્ક કર્મીઓ દ્વારા એલાન કરાયું છે.

Next Story