Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓનલાઈન શોપિંગ કરતાં પહેલા ચેતજો, ભેજાબાજો આ રીતે તમને છેતરી શકે છે !

આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચાલુ કરતા હતા

X

હાલમાં ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઇન શોપિંગ વધારે કરતા હોય છે ત્યારે ઓનલાઇન શોપિંગના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર 2 આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઇન શોપિંગની ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 2 સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે . આ બન્ને આરોપી www. begonia. in અને www.bageto. in નામની વેબસાઈટ બનાવી તેમની કંપનીના ડેટા અપલોડ કરી તે ચીજવસ્તુઓ સસ્તા ભાવે વેચાણ માટે મૂકી ફરિયાદીને આર્થિક નુકસાન કરી તેની કંપનીના ગ્રાહકો પાસેથી ઓનલાઈન નાણાં મેળવી લઈને વસ્તુ નહિ મોકલી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે જ્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી ત્યારે તપાસ કરતા સુરતના બે ઇસમોના નામ સામે આવ્યા હતા ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા સુરતથી બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા ચારથી પાંચ વર્ષથી આ પ્રમાણે ડુપ્લિકેટ વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતા આવ્યા છે. આ આરોપીઓ દર અઠવાડિયે વેબસાઈટ બંધ કરી દે અથવા તો નામ બદલી નવા નામથી આ વેબસાઈટ પાછી ચાલુ કરતા હતા. આરોપી પાસેથી મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરવામાં આવ્યા છે.

Next Story