Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : CMના મત વિસ્તારમાંથી કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ, મોંઘવારી બન્યો મુખ્ય મુદ્દો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ દરેક રાજકીય પાર્ટી સક્રિય થઈ રહી છે, ત્યારે મોંઘવારી સામે ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાંથી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે. તો રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ દરેક મોરચે ભાજપની સામે જવાબ આપવાનો પ્રયાસ કરે છે. સૌથી સળગતો પ્રશ્ન હોય તો તે મોંઘવારીનો છે. પેટ્રોલ-ડીઝલ હોય કે, પછી ખાવા-પીવાની ચીજવસ્તુ હોય લોકોને મોંઘવારી સહન કરવી પડી રહી છે, ત્યારે મોંઘવારીના મુદ્દાને લઈ અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકો પર પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરાય છે. કોંગ્રેસના ઝંડા સાથે કાર્યકારો દરેક વિધાનસભામાં 7 કિલોમીટર લાંબી પદયાત્રા યોજી રહ્યા છે. જેમાં મતદાતાઓને ભાજપ સરકારના ખોટા વાયદા સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઘાટલોડિયા વિસ્તાર રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે, તેથી કોંગ્રેસે ભાજપને અહીથી પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. શિક્ષણ સેક્ટર પણ અંધકારમય બન્યું છે. ભાજપના શાસનમાં રાજ્યના લોકો દુખી છે, ત્યારે આવનાર સમયમાં પરીવર્તન આવે અને કોંગ્રેસની સરકાર બને તે માટે આ પરિવર્તન સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આ યાત્રામાં કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

Next Story