અમદાવાદ: પેરલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા રૂ.3 કરોડનો ચેક અર્પણ કરાયો

જાપાનના ટોકિયો પેરાલિમ્પિકમાં અમદાવાદની દીકરી ભાવિના પટેલે દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો

New Update
અમદાવાદ: પેરલિમ્પિકમાં દેશને સિલ્વર મેડલ અપાવનાર ભાવિના પટેલને રાજ્ય સરકાર દ્વારા રૂ.3 કરોડનો ચેક અર્પણ કરાયો

જાપાનના ટોકિયો પેરાલિમ્પિકમાં અમદાવાદની ભાવિના પટેલે સિલ્વર મેડલ હાંસલ કરી દેશનું ગૌરવ વધાર્યું હતું ત્યારે આજરોજ રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીએ ભાવિનાના ઘરે પહોંચી સરકાર તરફથી પૂરષ્કારના ભાગરૂપે રૂ.3 કરોડનો ચેક અર્પણ કર્યો હતો

જાપાનના ટોકિયો પેરાલિમ્પિકમાં અમદાવાદની દીકરી ભાવિના પટેલે દેશનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું હતું. ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો. મેડલ જીતવા બદલ દેશભરમાંથી ભાવિના પટેલ ને શુભેચ્છા આપવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારે રૂ. ૩ કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ ભાવિનાના ઘરે જઈને તેમને ૩ કરોડનો ચેક આપ્યો હતો. હર્ષ સંઘવીએ ભાવિના પટેલના ઘરે જઈને તેમની સાથે બેસીને તેમને શુભેચ્છાઓ આપી હતી અને પેરા ઓલિમ્પિક અંગે વાતચીત કરી હતી બાદમાં તેમના સિલ્વર મેડલ અંગે પણ ચર્ચા કરી હતી. જે બાદ સરકાર દ્વારા કરાયેલ ૩ કરોડની જાહેરાતનો ચેક પણ આપ્યો હતો આ ઉપરાંત હર્ષ સંઘવીએ ભાવિના પટેલ તેમના ઘરે જ્યાં પ્રેક્ટીસ કરતા હતા તે ટેબલ ટેનિસની જગ્યા પણ મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ભાવિના પટેલના ઘરે આવ્યો તેનો ખૂબ આનંદ છે. રાજ્ય સરકાર વતી ઇનામ નહિ પરંતુ ૩ કરોડનો ચેક ગૌરવના રૂપે આપવામાં આવ્યો છે.આજે ભાવિના પટેલના ઘરેથી કંઈક શીખી જાવ છું. ભાવિના પાસેથી પણ ઘણા સૂચનો મળ્યા છે. આગામી દિવસમાં તે મુદ્દો ચર્ચામાં મુકવામાં આવશે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.