અમદાવાદ: વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરાશે

અમદાવાદમાં આકાર પામી રહેલ વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ભૂમિપૂજન કરાશે.

New Update

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ શહેરના નારણપુરા ખાતે આકાર પામી રહેલ વૈશ્વિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ભૂમિપૂજન માટે કેન્દ્રીય ગૃહમંત્રી આવતા હોવાથી રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ અચાનક મુલાકાત લીધી હતી અને પ્રગતિ અને કાર્યની સમીક્ષા કરી હતી.મુલાકાત બાદ રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે 631 કરોડના ખર્ચે નિર્માણ પામનાર કોમ્પ્લેક્ષમાં ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની ઉપસ્થિતિમાં થશે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ કુલ 1લાખ15 હજાર ચોરસ મીટરમાં આકાર પામશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણા અને પ્રયાસોથી રાજ્યના યુવાનોના સપના સાકાર કરતા અનેક પ્રોજેક્ટ અમલી બની રહ્યા છે.

Latest Stories