ભાજપ દ્વારા રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કાદવમાં આવી છે જેને આમ આદમી પાર્ટીએ જન અપમાન યાત્રા ગણાવી છે. આપના નેતા ઈશુદાન ગઢવીએ આ બાબતે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
રાજ્યમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા ચાલી રહી છે સૌરાષ્ટ્ર બાદ હવે યાત્રા માધ્ય ગુજરાત પોહચી છે તો ભાજપના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ જન આશીર્વાદ યાત્રા કાઢ્યા રહયા છે ત્યારે હવે બન્ને પાર્ટી વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરુ થયો છે. આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપની જન આશીર્વાદ યાત્રાને જન અપમાન યાત્રા ગણાવી છે.
આપ પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કહ્યું હતું કે થોડા સમય પહેલા જ કોરોનાની બીજી લહેર આવી ત્યારે તેના માટે ભાજપ સરકાર દ્વારા કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું ન હતું. આગોતરા આયોજનના અભાવે જનતાની હાલત એટલી બધી હદે ખરાબ થઇ કે કોરોનાગ્રસ્ત લોકો હોસ્પીટલમાં એડમીટ થવા માટે વલખા મારતા હતા. એમ્બુલન્સની મોટી-મોટી લાઈન લાગી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ ગામડે ગામડે જઈને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના જે આંકડા સરકાર છુપાવ્યા છે તેની સાચી માહિતી બહાર લાવવી, દુઃખી પરિવારને સંવેદનાના પાઠવવી અને તેમના પરિવાર માટે યોગ્ય વળતરની માગણી કરવાના હેતુથી AAP દ્વારા "જન સંવેદના મુલાકાત" કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. આ જન સંવેદના મુલાકાત કાર્યક્રમને લોકોનો જે અભૂતપૂર્વ પ્રેમ મળ્યો છે અને લોકો જે રીતે આ હકારાત્મક પગલાને આવકાર્યું તેનાથી ભાજપે ડરીને પોતાના તરફના જનતાના ગુસ્સાને ડામવા અને પોતાની રાજનૈતિક હેતુને સિદ્ધ કરવા પાંચ કેન્દ્રીય મંત્રીના નેતૃત્વમાં "જન આશીર્વાદ યાત્રા" નું આયોજન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.