Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ભાજપ ધર્મના નામે ચૂંટણી જીતે છે અને અભિમાન કરે છે, રાજસ્થાનના CM અશોક ગહેલોતના સરકાર પર આકરા પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે અમદાવાદમાં કોંગ્રેસનાં આગેવાનો સાથે બેઠક કરી હતી

X

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે અમદાવાદમાં કોંગ્રેસનાં આગેવાનો સાથે બેઠક કરી હતી દરમ્યાન તેઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી ને લઈ કોંગ્રેસ સક્રિય થઈ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા અશોક ગહલોતે ઉતર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા મિટિંગ કરી હતી અને આજે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા.અમદાવાદમાં મીડિયાને સંબોધતા અશોક ગેહલોતે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે.અહીં દારૂની હોમ ડિલિવરી થાય છે સાથે જ ગુજરાત સરકારને સવાલ કર્યો કે, જો દારૂ પડોશના રાજ્યોથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરો.અશોક ગહેલોતે આજે કોંગ્રેસનું ડિજિટલ કેમ્પેઈન લોન્ચ કર્યું.જેમાં ગુજરાતના દરેક વિસ્તારમાં કોંગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બનાવાશે. અશોક ગેહલોતે કહ્યું કે, ગત વખતે અમારી સરકાર બનતાં બનતાં રહી ગઈ. પીએમ મોદીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા તે બોલિવૂડમાં જે પ્રકારે અભિનેતા એક્ટિંગ કરે છે તેવી એક્ટિંગ છે.આ ઉપરાંત ભાજપ ધર્મના નામે ચૂંટણી જીતે છે અને અભિમાન કરે છે એ સહિતના પ્રહારો ભાજપ પર કરવામાં આવ્યા હતા

Next Story