અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં એક NRI મહિલા સાથે સોસાયટીમાં જ રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા બોડકદેવ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં રહેતી એક NRI મહિલા દ્વારા બોડકદેવ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં તેમની જ સોસાયટીમાં રહેતા જયેશ શુક્લા નામના શખ્સ દ્વારા આ NRI મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મહિલા 24 વર્ષથી વિદેશમાં રહેતી હતી, અને એક વર્ષ પહેલા વિદેશથી પરત આવી હતી, ત્યારે સોસાયટીમાં રહેતા જયેશ શુક્લાના સપર્કમાં આવી હતી. જયેશે મહિલાને સરકારી કચેરીમાં સ્ટેશનરી સપ્લાયનું કામ કરે છે, અને સારું કમાવવાની લાલચ આપી હતી. જેથી NRI મહિલાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, ત્યારે એક દિવસ જયેશ શુક્લા તેમના ઘરે આવ્યો હતો. જેમાં એકલતાનો લાભ લઈને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, મહિલાને ધમકી આપી હતી કે, તે કોઈને કહેશે તો તે પૈસા પણ પાછા નહીં આપે, ત્યારે મહિલાએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.