અમદાવાદ : વસ્ત્રાલમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિને ભરખી ગયો અકસ્માત, બોલેરો ચાલક ફરાર

વસ્ત્રાલમાં વહેલી સવારે બોલેરો ચાલકે યુવકને અડફેટે લીધો ગંભીર ઈજાના કારણે અવસાન થયું

New Update
અમદાવાદ : વસ્ત્રાલમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા વ્યક્તિને ભરખી ગયો અકસ્માત, બોલેરો ચાલક ફરાર

અમદાવાદનાં વસ્ત્રાલમાં એક યુવક મોર્નિંગ વોક પર નીકળ્યો હતો અને પાછળથી બોલેરો પિકઅપ વાન આવતા તેને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળ પર જ ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના પૂર્વમાં વસ્ત્રાલમાં ગઈકાલે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. લગભગ સવારે આશરે ૬:૦૦ વાગ્યાની આસપાસ કેનારા બેંકથી થોડા આગળ બેફામ બનેલા બોલેરો ચાલકે મોર્નિંગ વોક કરવા નીકળેલ ગેલેક્સી કોરલ સોસાયટીમાં રહેતા શૈલેષ પ્રજાપતિને પાછળથી અડફેટે લીધા હતા. જેમનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જાણ થઈ હતી કે બેફામ ગતિથી બોલેરો પિકઅપ વાને બેદરકારી પૂર્વક વાન હંકારી પાછળથી અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો ત્યારે આક્રોશમાં આવેલ વિસ્તારના લોકોની માંગ છે કે બેફામ વાહન ચલાવતા ડ્રાઈવરને તાત્કાલિક પકડી તેની વિરુધ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.ત્યારે પોલીસ દ્વારા CCTV ફૂટેજને આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.