અમદાવાદના મણિનગર દક્ષિણી સોસાયટી અંડરપાસમાં બોલેરો ફસાઈ હતી. જેમાં કારણે અંડરપાસ અંદાજે ચાર કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો. ખોખરા અને મણિનગરને જોડતા આ અંડરપાસમાં જતા વાહનવ્યવહારને મણિનગર રેલ્વે ફાટક તરફ ડાઈવર્ઝન આપવામાં આવેલ હતું. ગોરના કુવા માગઁ પરથી આવેલ બંધ બોડીનો બોલેરો પીકઅપ વાન માલસામાન સાથે ચાલકે અંડરપાસમાં હંકારી દેતા રેલવે ની RCC ની છત સાથે અથડાઈને ફસાઈ ગઈ હતી. શહેર પોલિસ વિભાગને જાણ કરાતા ટ્રાફિક જે ડિવીઝનની ટીમે બોલેરોને બહાર કાઢવા તજવીજ હાથ ધરી હતી. વાહનચાલકો માટે જોખમ ઉભુ થતા બન્ને તરફના દામાણી અંડરપાસના ગેટ બંધ કરીને બન્ને તરફ ડાઈવર્ઝન આપવામા આવ્યું હતું. ફોર વ્હીલ વાહનચાલકો માટે આ અંડરપાસમાં જવાની મનાઈ હોવા છતા અનેક ફોર વ્હીલ ચાલકો આવી રીતે અંડરપાસમાં અવરજવર કરતા હોય છે. ટ્રાફિક જામ થતા પોલીસે તમામ વાહનચાલકોને બન્ને તરફના વાહનોને અંડરપાસમાં આ બોલેરોને બહાર ના કાઢવામા આવે ત્યાં સુધી ડાઈવર્ઝન આપ્યું હતું.
અમદાવાદ: મણિનગર અંડરપાસમાં બોલેરો ફસાઈ જતાં ૪ કલાક રહ્યો બંધ, ભારે જહેમત બાદ બહાર કાઢયો
મણિનગર દક્ષિણી સોસાયટી અંડરપાસમાં બોલેરો ફસાઈ હતી. જેમાં કારણે અંડરપાસ અંદાજે ચાર કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો.
New Update