અમદાવાદ: કારમાં આખી રાતબેસી કોલ સેન્ટર ચલાવતા સાળા-બનેવીની ધરપકડ,જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી, કારમાં બેસી ચાલવાતું હતું કોલ સેન્ટર, સાળા બનેવીની પોલીસે કરી ધરપકડ

New Update
અમદાવાદ: કારમાં આખી રાતબેસી કોલ સેન્ટર ચલાવતા સાળા-બનેવીની ધરપકડ,જુઓ કેવી રીતે લોકો સાથે કરતા હતા છેતરપિંડી

અમદાવાદ શહેરમાં કોલ સેન્ટર પર પોલીસે લાલ આંખ કરતા કોલ સેન્ટરના સંચાલકો નવા નવા કીમિયા અપનાવી રહ્યા છે ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા વધુ એક કોલ સેન્ટર પકડી પાડવામાં આવ્યું છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ ગાડીમાં બેસી લેપટોપ અને મોબાઈલની મદદથી આખું કોલ સેન્ટર ચાલવતા હતા.આ કૌભાંડમાં આરોપી ધવલ ખેતીયા તથા પુરવ પંચાલ નામના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

આરોપીઓ નાગરિકોને CASH USA નામની લોન આપનાર કંપનીમાંથી વાત કરે છે તેમ કહીને અમેરિકન નાગરિકો પાસેથી લોન પ્રોસેસિંગના બહાને રૂપિયા પડાવતા હતા.આ બન્ને આરોપી સાળા અને બનેવી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ આરોપી અગાઉ લીગલ કોલ સેન્ટરમાં નોકરી કરતા હતા બાદમાં ઇન્ટરનેટ મારફતે ગેરકાયદેસર કોલ સેન્ટર બાબતે માહિતી મેળવી આ પ્રકારનું કૌભાંડ આચારતા હોવાનો ખુલાસો થયો છે