Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: BRTSએ 3 વર્ષમાં કરી 265 કરોડની ખોટ કરી,વાંચો શું છે કારણ

અમદાવાદ નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ વિના એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકે તે માટે BRTS જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ: BRTSએ 3 વર્ષમાં કરી 265 કરોડની ખોટ કરી,વાંચો શું છે કારણ
X

અમદાવાદ નાગરિકો ટ્રાફિકમાં ફસાઈ વિના એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી પહોંચી શકે તે માટે BRTS જનમાર્ગ સેવા શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2008-09માં શરૂ થયેલી આ બસ સેવા હવે તંત્ર માટે બોજો સાબિત થઇ છે. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે.BRTSની સાથે અમદાવાદમાં AMTS બસ સેવા પણ ખોટમાં ચાલી રહી છે. ત્યારે ખાનગીકરણ થયું હોવાથી BRTS ખોટમાં જતી હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે BRTS ખોટમાં ચાલવા મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષે સત્તાપક્ષ પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, 'ટ્રાન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે.તો બીજીબાજુ વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પટેલે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચલાવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવા માં નફા-નુકસાન નું જોવાનું હોય નહીં AMTSના માથે મનપાના રૂપિયા 3 હજાર 673 કરોડની લોનનું દેવું છે, ત્યારે BRTS પણ હવે ખોટ કરતી થવાથી ટ્રાન્સપોર્ટેશન પર બોજો વધશે.BRTSની ખોટ વર્ષ 2021-22માં રૂ 107 કરોડ થઇ ત્રણ વર્ષમાં કુલ રૂ.265 કરોડ પર પહોંચી ગઈ છે. એક તરફ તંત્ર પાસે તિજોરીમાં રૂપિયા નથી અને બીજી તરફ ખાનગીકરણ કરાયેલ ટ્રાન્સપોર્ટ સેવા ખોટ પર ખોટ કરી રહી છે

Next Story