Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ભર્યા નામાંકન, સમર્થકોમાં ઉત્સાહ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠક ઉપરથી ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.

અમદાવાદ શહેરની નરોડા, જમાલપુર, નારણપુરા, અસારવા, એલિસબ્રિજ, દરીયાપુર, નિકોલ, વેજલપુર અમરાઈવાડી, મણીનગર, દસ્ક્રોઇ, ધંધુકા અને વિરમગામના ભાજપ-કોંગ્રસ અને આપના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. અમદાવાદની વેજલપુર બેઠકના ઉમેદવાર ભાજપના અમિત ઠાકર પણ આજે વિજય મુહુર્તમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અમિત ઠાકર સાથે પૂર્વ ધારાસભ્ય કિશોર ચૌહાણ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સહીત મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા હતા. ફોર્મ ભર્યા બાદ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અમિત ઠાકરે જણાવ્યું હતું કે, વેજલપુરની સીટ ઉપર ભાજપ જંગી બહુમતી સાથે જીતશે. ભાજપ દર 5 વર્ષે ચેહરાઓ બદલે છે. કેન્દ્ર તરફથી કરોડો રૂપિયા ગુજરાતને વિકાસ પેટે મળે છે, અને છેલ્લા 25 વર્ષમાં ભાજપના શાસનમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. અહીથી કોંગ્રેસે ભાજપના અમિત ઠાકર સામે રાજેન્દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

Next Story