અમદાવાદ : લોકરક્ષક કેડરની પરીક્ષા માટે ઉમેદવારોની તનતોડ મહેનત, જુઓ કેવી મેળવે છે તાલીમ.!

ગુજરાત પોલીસ વિભાગના લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર નોંધાયા છે.

અમદાવાદ : લોકરક્ષક કેડરની પરીક્ષા માટે ઉમેદવારોની તનતોડ મહેનત, જુઓ કેવી મેળવે છે તાલીમ.!
New Update

ગુજરાત પોલીસ વિભાગના લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર નોંધાયા છે. જેમની શારીરિક પરીક્ષા આગામી તા. 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. જોકે, PSI અને LRD વિભાગની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે, ત્યારે અમદાવાદના અલગ અલગ ગ્રાઉન્ડમાં પુરુષ અને મહિલા ઉમેદવારો તનતોડ મહેનત કરી રહ્યા છે.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે લોકરક્ષક દળ અને PSIની પરીક્ષા માટે અલગ અલગ ઉમેદવારો પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેદવારો એકગ્રતાથી પરીક્ષા આપી શકે તે માટે સવારે 3 કલાક અને સાંજે 2 કલાક હિલ વર્ક આઉટ દોડ સાથે જ તેઓને યોગા અને મેડિટેશન પણ કરાવવામાં આવે છે. અહીં ખાસ ટ્રેનર દ્વારા દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. છેલ્લા 6 મહિનાથી તમામ ઉમેદવારો સતત તાલીમ લઇ રહ્યા છે.

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મહિલા અને પુરુષ ઉમેદવારો પોલીસ વિભાગની ભરતી માટે આવ્યા છે. વહેલી સવારે 5 વાગ્યાથી તમામ પ્રેક્ટિસ શારિ કરવામાં આવે છે. 10 હજારની ભરતી સામે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, ત્યારે અહીંના ઉમેદવારોને પણ ખ્યાલ છે કે, તનતોડ મહેનત વગર પરીક્ષા પાસ કરવી અઘરી છે. તેથી દરેક ઉમેદવાર વ્યકતિગત પોતાની રીતે વર્ક આઉટ કરી રહ્યા છે. ઉપરાંત ઉમેદવારો 25 મિનિટમાં 5 કિલોમીટરની દોડ પૂરી કરવા 6 મહિનાથી સતત પરસેવો પાડી રહ્યા છે.

જોકે, લોકરક્ષક દળ અને PSIની પરીક્ષામાં માર્કિંગ પોઇન્ટ મુજબની દોડ 20 મિનિટમાં પૂરી કરે તો જ ઉત્તમ ગુણ મેળવી શકે છે. જોકે અઘરું છે, પણ સિલેક્ટ થવું હોય તો પ્રથમ તબક્કામાં આટલું તો કરવું જ પડશે તેમ પ્રતિસ્પર્ધીઓની લાંબી કતાર લાગી છે. મહિલાઓએ 1600 મીટરની દોડ 9 મિનિટમાં પૂરી કરવાની હોય છે, ત્યારે આમ રાજ્યભરમાં ઉમેદવારો પોતાના સપના પૂર્ણ કરવા તનતોડ મેહનત કરી રહ્યા છે.

#CGNews #ConnectGujarat #BeyondJustNews #Ahmedabad #News #PSI Recruitment #training #Police Exam #Lokrakshakdar #LRD News
Here are a few more articles:
Read the Next Article