અમદાવાદ: કાર રેસમાં હિટ એન્ડ રનની ઘટના, મહિલાનું મોત, જુઓ LIVE દ્રશ્યો

અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના, બેકાબૂ કારે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓને કચડયા.

New Update
અમદાવાદ: કાર રેસમાં હિટ એન્ડ રનની ઘટના, મહિલાનું મોત, જુઓ LIVE દ્રશ્યો

અમદાવાદમાં ગત મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક બેફામ કાર ચાલકે 5 લોકો પર સ્પીડમાં કાર ચઢાવી દેતા 1 મહિલાનું મોત થયું તો 4 થી વધારે લોકો ઘાયલ થયા છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા બીમાનગર નજીક ફૂટપાથ પર સોમવારે મોડી રાત્રે લોકો સૂઈ રહ્યા હતા. વરસાદથી બચવા પ્રયાસ કરી રહેલા ને જરા પણ ખબર ન હતી કે એક કાળમુખી કાર તેમને માટે મોતની કાર બની ત્રાટકશે . મોડી રાત્રે કાળ બનીને આવેલી i20 કાર આ લોકો પર ફરી વળી હતી. માસૂમ લોકો હાલ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અન્ય લોકો માટે જમવાનું બનાવી રહેલા સંતુબેન નામની એક મહિલાને મારે કચડી મારતાં તેનું મોત નીપજ્યું છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત થયા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો છે. લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે કારમાં ચાર લોકો બેઠા હતા, જ્યારે બીજી એક કાર પણ ત્યાંથી પસાર થઇ રહી હતી.જે વેન્ટો હોવાનું માનવામાં આવી રહ્યું છે એવું જાણવા મળ્યું છે કે બંને કાર વચ્ચે રેસ લાગી હતી. એ સમય એક કાર ફૂટપાથ પર ફરી વળી હતી.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં બે કાબૂ કાર કઈ રીતે ફૂટપાથ પર સૂતેલ લોકો પર ચઢી જાય છે એ નિહાળી શકાય છે.

Latest Stories