/connect-gujarat/media/post_banners/4f7726f7c3b1073ee5abf673bea340267bf7ba278d6c0745a2832da3be54cd88.jpg)
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી મનીષા વકીલ વર્ચુયલી જોડાયા હતા.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત "રાષ્ટ્રીય બાલિકા દિવસ"ની ઉજવણી નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલ સહભાગી બનીને દિકરીઓ સાથે સંવાદ કરતા મંત્રી વકીલે જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન શરૂ કરીને દેશને નવો રાહ ચીધ્યો હતો અને આજે દેશભરમાં આ અભિયાન ચાલી રહ્યુ છે જે આપણા માટે ગૌરવરૂપ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વધુ વેગવાન બનાવીને દિકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે ત્યારે રાજયના નાગરિકો પણ સહભાગી બનીને સક્રિય યોગદાન આપે એ જરૂરી છે. અભિયાનનો મુખ્ય હેતુ દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે.
દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતી ફેલાવવા રાજ્ય તથા જિલ્લા/તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી, જે હવે વર્ષ ૨૦૧૯-૨૦માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે NFHS – ૫ મુજબ વધીને ૯૫૫ થયો છે એ આપણા માટે ગૌરવરૂપ છે