અમદાવાદ : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની CMની ઉપસ્થિતિમાં ઉજવણી, 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો

આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે

New Update
અમદાવાદ : 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની CMની ઉપસ્થિતિમાં ઉજવણી, 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરવા પ્રયત્નો

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


આજે 50માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા હાલમાં ગુજરાત સરકાર પ્રયત્ન કરી રહી છે.ત્યારે અમદાવાદનાં યુનિવર્સિટી કન્વેશન હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલ, અમદાવાદના મેયર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.15 લાખ વૃક્ષો આજના દિવસે ઉગાડવા જય રહ્યા છે.

જેમાં અમદાવાદ મેયરનો મહત્વપૂર્ણ ફાળો છે.ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર 4000 વૃક્ષની વાવણી કરાય છે. મુખ્યમંત્રી સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોએ પર્યાવરણ બચાવવાની શપથ લીધી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક સામગ્રી નો ઉપયોગ ન કરવો. હું પાણીની બચત કરીશ.જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે આપણે લોકો કેટલા ગરીબ છીએ તેનું હું ઉદાહરણ આપું જેમાં આપણી પાસે માત્ર નાણાં છે. છતાં પર્યાવરણ માટે પ્રયત્નો ઓછા કરીએ છીએ.

એટલે જેટલા નાણાંની જરૂર છે લોકોને એટલી જ જરૂર પર્યાવરણની પણ છે. ગુજરાતના 18000 ગામડાઓ પ્લાસ્ટિક મુક્ત કરીએ છીએ.200 જેટલા ઉદ્યોગો પર્યાવરણ અંતર્ગત આવરી લેવાય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્યોગ કંપની કેમિકલ પાણી છોડવામાં આવે છે જેથી પાણી ન છોડવા ઉદ્યોગ જગતના આગેવાનોને અપીલ કરી છે. પર્યાવરણ ને બચાવવું છે તો પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે માહિતી આપી હતી. કુદરતના નિયમો જે બનેલા છે એવા નિયમો ફોલો કરી અમારી સાથે સકડાઓ જેથી અમે તમારી સાથે ચાલી પર્યાવરણને બચાવી શકીશું

Latest Stories