ધંધુકા APMCમાં ચણાની હરાજીનો પ્રારંભ
ગુણવત્તાસભર ચણાની જાહેર હરાજીનો પ્રારંભ
પ્રથમ દિવસે 210 ક્વિન્ટલ ચણાની આવક
પ્રતિ ક્વિન્ટલ રૂ.1311 ઊંચો ભાવ નોંધાયો
સૌથી નીચો ભાવ રૂ.1051 પ્રતિ ક્વિન્ટલ રહ્યો
અમદાવાદ જિલ્લાના ધંધુકા APMCમાં ચણાની હરાજીનો પ્રારંભ થયો હતો.અને માર્કેટિંગ યાર્ડમાં 210 ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી.
અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC ખાતે ભાલ વિસ્તારમાં ઉત્પાદિત ગુણવત્તાસભર ચણાની જાહેર હરાજીનો વિધિવત પ્રારંભ થયો છે.APMCના ચેરમેન ચેતનસિંહ ચાવડા અને વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમાના હસ્તે હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે APMCના તમામ ડિરેક્ટરો, ચણાના વેપારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ચણા સાથે ઉપસ્થિત રહ્યા હતા.પ્રથમ દિવસે ચણાનો સૌથી ઊંચો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1311 નોંધાયો હતો, જ્યારે સૌથી નીચો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1051 રહ્યો હતો. પ્રથમ દિવસે ચણાની કુલ 210 ક્વિન્ટલ આવક થઈ હતી.હરાજી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.APMC દ્વારા ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.