Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ચાર્જિંગ સ્ટેશન ઉભું કરાયું, એક સાથે 3 વાહનો થશે ચાર્જ

અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ઇલેકટ્રીક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે

X

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે ઇલેકટ્રીક વાહનોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે જયાં એક સાથે ત્રણ વાહનોને ચાર્જમાં મુકી શકાશે...

દેશમાં વધતા જતા પ્રદુષણના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે ઇલેક્ટ્રિક વાહન વધારે પ્રાધાન્ય આપે છે. જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેને જોતા હવે લોકો પણ ઇલેક્ટ્રિક વાહન લેવાનું પસંદ કરી રહ્યા છે. ઇલેકટ્રીક વાહનોની સામે ચાર્જિંગ સ્ટેશનની પણ જરૂરીયાત ઉભી થઇ છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ ચાર્જિંગ પોઈન્ટ મુકવામાં આવ્યા છે. માત્ર 90 મિનિટમાં ગાડી 100 ટકા ચાર્જ થઈ જાય છે.

કાલુપુર સ્ટેશન પર રેલવે વિભાગ અને ખાનગી એજન્સી ભેગા મળીને આ સ્ટેશન ઉભું કર્યું છે. આ સ્ટેશન પર 3 ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવ્યા છે. આ ચાર્જિંગ પોઈન્ટની ઝડપ વધારે હોવાથી 90 મિનિટમાં આખી બેટરી ચાર્જ થઈ જાય છે. આ ચાર્જિંગ પોઈન્ટ પર એક યુનિટના 16 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. અન્ય જગ્યાએ 18 થી 29 રૂપિયા વસુલવામાં આવે છે. આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન અમદાવાદમાં હવે ધીમે ધીમે ખુલી રહ્યા છે. જેમાં હાલમાં કાંકરિયા, કાળુપુર રેલવે સ્ટેશન, સાબરમતી, અને બોપલ ઘુમા ખાતે તમને આવા ચાર્જિંગ સ્ટેશન જોવા મળી જશે.

Next Story