Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હનુમાન યાત્રાનું પ્રસ્થાન કરાવાયું...

સુપ્રસિદ્ધ શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'હનુમાન યાત્રા'ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી

X

અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'હનુમાન યાત્રા'ને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવી હતી, ત્યારે આ હનુમાન યાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર નીકળતા “જય જય હનુમાન”ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શ્રી હનુમાન મંદિર કેમ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'હનુમાન યાત્રા'ને અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું. શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી આ યાત્રા પ્રારંભ થયા બાદ શાહીબાગ, વાડજ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, પાલડી ચંદ્રનગર થઈ વાસણા વાયુદેવતાના મંદિર પહોચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે તા. 6 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે બુધવારે શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરથી 'હનુમાન યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં શણગારેલી ટ્રકો તેમજ વિવિધ પ્રકારના ટેબલો પણ જોવા મળ્યા હતા. વાયુ દેવતાના મંદિરે ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યા બાદ આ યાત્રા નિજ મંદિરે જવા રવાના થઈ હતી, અને ધરણીધર, માણેકબાગ, નહેરુનગર, પાંજરાપોળ ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, ઉસ્માનપુરા, આરટીઓ-સુભાષબ્રિજ થઈને સાંજે નિજ મંદિરે પરત ફરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ હનુમાન યાત્રાને પ્રસ્થાન કરાવી એ વેળાએ આર્મીના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી, મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ તેમજ કોર્પોરેટરઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા

Next Story