Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરે પુજા-આરતી સાથે કર્યો જનસંપર્ક અભિયાનનો પ્રારંભ...

શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

X

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિશેષ પૂજન અર્ચન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક અમદાવાદના જમાલપુર વિસ્તાર સ્થિત જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથની પૂજા-આરતી સહિત દર્શન કર્યા હતા. કેન્દ્રમાં ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થતા વિશેષ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથ મંદિરની મુલાકાત લઈ અને મંદિરના મહંત તેમજ ટ્રસ્ટીને 9 વર્ષ પૂર્ણ થયાની પુસ્તિકા આપી હતી. તો મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા મુખ્યમંત્રીને ભગવાન જગન્નાથનો ફોટો આપી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આગામી 20 જૂને યોજાનારી રથયાત્રા પહેલા મુખ્યમંત્રી દ્વારા જગન્નાથ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પોતાના વિશેષ જન સંપર્ક અભિયાનની શરૂઆત અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી કરી હતી. તેઓએ ભગવાનના દર્શન કરી અને આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ સહિત ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.

Next Story