/connect-gujarat/media/post_banners/1ebe9e0021fababd28f036b173913466b2a7ed33ec7225c0aab56678366b0ba5.jpg)
અમદાવાદ શહેરના અનેક સાર્વજનિક પંડાલમાં ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પા બિરાજમાન થયા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પશ્ચિમ અમદાવાદના અનેક સાર્વજનિક પંડાલમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
અમદાવાદ શહેરમાં 1 હજારથી વધુ અલગ અલગ સાર્વજનિક પંડાલ લાગ્યા છે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદમાં અનેક સ્થળે શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તાર ઘાટલોડિયા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ દુંદાળા દેવની આરતી ઉતારી હતી. ત્યારબાદ તેઓ વસ્ત્રાપુર અને થલતેજના સાર્વજનિક પંડાલમાં પણ પહોંચ્યા હતા. જોકે, મુખ્યમંત્રીનો કાફલો અચાનક આવી પહોંચતા ભાવિકો પણ ખુશ થયા હતા. ઠેર ઠેર પંડાલમાં સીએમને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ ખુદ રાજ્યના સીએમ ગણેશ મહોત્સવમાં સહભાગી થતા મંડળોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.