Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી બાળ તસ્કરીનુ કૌભાંડ ઝડપાયું, વાંચો સમગ્ર મામલો.!

નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા.

અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીકથી બાળ તસ્કરીનુ કૌભાંડ ઝડપાયું, વાંચો સમગ્ર મામલો.!
X

25 ડિસેમ્બર 2022ના દિવસે નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી મહારાષ્ટ્ર પોલીસે શંકાસ્પદ પુરુષ અને મહિલા સાથે એક નવજાત બાળકને મુસાફરી કરતા ચેકિંગ દરમિયાન પકડી પાડ્યા હતા. મહિલા અને પુરુષ આશરે બે મહિનાના બાળક સાથે મળી આવતા તેને પૂછતાં તેના નામ ચંદ્રકાન્ત મોહન પટેલ અને દ્રોપદી રાજા મેશ્રામ હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસ કરતાં તેમની પાસેથી અમદાવાદથી વિજયવાડા ની રેલ મુસાફરી ની ટિકિટ મળી આવી હતી. બાળક બાબતે તપાસ કરતા તેમજ તેમના મોબાઈલ ફોન જપ્ત કરીને વોટ્સએપ ચેક કરતા કોલ રેકોર્ડ પરથી જાણવા મળ્યું હતું કે, આ નવજાત બાળકને અમદાવાદ રેલવે સ્ટેશન સામેના રોડ ઉપરથી કૃણાલ નામના વ્યક્તિ દ્વારા ચંદ્રકાંત પટેલ ના કબજામાં વિજયવાડા પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું અને તેના બદલે 5000 રોકડ રકમ આપવામાં આવી હતી. આરોપી પાસેથી પોલીસે 3000 રોકડ રકમ સહિત રેલવે ટિકિટ અને મોબાઈલ ફોન કબજે કર્યો હતો. આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલા વર્ધા પોલીસે આઈપીસીની કલમ 370 મુજબ માનવ તસ્કરી નો ગુનો દાખલ કર્યો હતો. જો કે, સમગ્ર બાબત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર બની હોવાથી આ ઘટનાને મહારાષ્ટ્ર પોલીસે અમદાવાદ પોલીસનો સંપર્ક કરી કાલુપુર પોલીસ મથકે ફરિયાદ ટ્રાન્સફર કરી છે. હાલમાં પકડાયેલા બંને આરોપીઓને કાલુપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કાલુપુર પોલીસે બંને આરોપીને ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.

Next Story