New Update
/connect-gujarat/media/post_banners/297fdf137763e79eca54ba1655e8111cd55fdd2d8dffaaeb657c0ca5cbb33641.webp)
ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે. નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી છે.
Latest Stories