Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી એક્સ્પોનો સમાપન સમારોહ યોજાયો...

શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

X

અમદાવાદ શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકના "ઘરનું ઘર" સપનું સાકાર કરવામાં સહયોગ આપી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે હેપીનેસ ઈન્ડેક્સ વધારવામાં અગત્યની ભૂમિકા ભજવી શકાય છે.

અમદાવાદ શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ પ્રોપર્ટી એક્સ્પો યોજાયો હતો. રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ તેમની પડતર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતોને તે અંગેનું મોડલ પૂરું પાડી શકે તેમ છે. સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિનું અભિયાન વેગવાન બન્યું છે, ત્યારે આપણે સૌ તે મહાયજ્ઞમાં જોડાય સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ તે ખૂબ જરૂરી છે.

સાથે જ બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને બાંધકામ ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપવા માટે રાજ્ય સરકાર હકારાત્મક અભિગમથી વિચારશે તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. આ અવસરે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, "ઓછું બોલવું અને કામ વધુ કરવું" એ ગુજરાત સરકારની વિશેષતા છે. અમદાવાદ રાજ્યનું આર્થિક હબ છે, ત્યારે બિલ્ડીંગ વ્યવસાય સાથે સંકળાયેલ 80 હજારથી વધુ નાગરિકોએ પ્રોપર્ટી એક્સ્પો ભાગ લીધો હતો.

Next Story