અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યા પતંગ, જુઓ કોણે પકડી ફીરકી !

ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે

New Update
અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલે ચગાવ્યા પતંગ, જુઓ કોણે પકડી ફીરકી !

આજે રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદ શહેરમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. મુખ્યમંત્રીએ પતંગ ચગાવ્યા પછી ચિક્કીનો પણ સ્વાદ માણ્યો હતો. અમદાવાદના દરિયાપુરમાં પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ ધાબા પર પહોંચ્યા હતા તેમણે કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવ્યો હતો અને આ દરમિયાન દરિયાપુર બેઠકના ધારાસભ્ય કૌશિક જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા હતા ત્યારે ધારાસભ્ય કૌશિક જૈને ફીરકી પકડી હતી. ભૂપેન્દ્ર પટેલે તમામને ઉત્તરાયણની શુભેચ્છા પણ પાઠવી છે.ભૂપેન્દ્ર પટેલ ધાબા પર પતંગ ચગાવવા પહોંચ્યા ત્યારે ઘણા જ ખુશ દેખાઈ રહ્યા હતા.દરિયાપુરમાં આ વખતે ભાજપને વિધાનસભા બેઠક જીતવા માટે મોટી સફળતા મળી હતી.

Latest Stories