Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઘાટલોડીયા બેઠક પર CM ભુપેન્દ્ર પટેલને ટિકિટ મળતા કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ...

BJP દ્વારા અમદાવાદની ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે CM ભુપેન્દ્ર પટેલને ટિકિટ મળતા તેઓના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો હતો.

X

ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદની ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે CM ભુપેન્દ્ર પટેલને ટિકિટ મળતા તેઓના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમાએ પહોચ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં ચૂંટણીને લઈ 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અમદાવાદ શહેરની ઘાટલોડીયા બેઠક પર રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી છે. આ જાહેરાત થતાં જ ઘાટલોડીયા સ્થિત તેમના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉમટી આવી ભવ્ય ઉજવણી કરી હતી. ઢોલ-નગારા અને સંગીતના તાલે ભાજપના તમામ કારકરો ઝૂમી ઉઠ્યા હતા. આ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર છે, ત્યારે અહીથી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અમી યાજ્ઞિકને મેદાને ઉતર્યા છે.

Next Story