અમદાવાદ: CAના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો

New Update
અમદાવાદ: CAના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સનો સી.એમ.ભુપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની નેશનલ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ચૂક્યું છે ત્યારે ચાર્ટડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓ પણ શ્રેષ્ઠ યોગદાન આપી રાજ્ય અને રાષ્ટ્રને વિકાસની નવી ઉંચાઈએ લઈ જવામાં તેમની ભૂમિકા ભજવે. મુખ્યમંત્રીએ શુભારંભ કરાવેલ બે દિવસીય કોન્ફરન્સ અમદાવાદના જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે યોજાશે અને તેમાં દેશભરના સીએ સ્ટુડન્ટ્સ ભાગ લઈ રહ્યા છે.