Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ...

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નવા 155 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે,

X

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નવા 155 ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ ભોજન વિતરણ કેન્દ્ર ખાતે શ્રમિક પરિવારોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. વિવિધ કડીયાનાકા ખાતે શરૂ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રોથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર 5 રૂપિયામાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચા અને ગોળ સહિતનું પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સાથે જ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9, ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5, ખેડા, આણંદ, વલસાડ અને સાબરકાંઠામાં 4-4, પાટણ અને બનાસકાંઠામાં 7-7, નવસારી અને મોરબીમાં 6-6 કડીયાનાકા મળી કુલ 17 જિલ્લામાં નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેનો દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને લાભ મળશે.

Next Story