અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે CM એક્શન મોડમાં, સચિવ-કમિશનરને કહ્યું જવાબદાર સામે કડક કાર્યવાહી કરો..!

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે.

New Update
અમદાવાદ : હાટકેશ્વર બ્રિજ મામલે CM એક્શન મોડમાં, સચિવ-કમિશનરને કહ્યું જવાબદાર સામે કડક કાર્યવાહી કરો..!

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ જવાના રસ્તા પર બનેલા છત્રપતિ ફલાય ઓવર બ્રિજ' વિવાદનો પર્યાય બની ગયો છે. બ્રિજ પર છેલ્લા 2 જ વર્ષમાં 5થી 7 ગાબડા પડતા બ્રિજની ગુણવતા પર સવાલો ઉઠ્યા છે. હાટકેશ્વર બ્રિજ મુદે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બનેલા છત્રપતિ શિવાજી મહારાજ એટલે કે, હાટકેશ્વર બ્રિજ મુદે સીએમ ભુપેન્દ્ર પટેલ ગંભીર નોંધ લઇ શહેરી વિકાસ વિભાગ સચિવ, એએસમી કમિશનર એમ થેન્નારસન, તેમજ એએમસી સત્તાધીશોને ગાંધીનગર તેડૂ મોકલ્યું હતું. અડધો કલાક સુધી સીએમ ભુપેન્દ્ર પટેલે તમામ અધિકારી અને સત્તાધીશોને ઉઘડો લેતા કહ્યું હતુ કે, કોઇ કોન્ટ્રાક્ટર ભુલ કરે છે તેના કારણે સામાન્ય પ્રજા પરેશાન થાય છે. ભાજપનું નામ ખરાબ થઇ રહ્યું છે. બ્રિજના ભુલ બદલ જે પણ જવાબદાર હોય તેની સામે પગલા લેવામા આવે. આગામી એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રશ્નમાં નિકાલના આદેશ આપ્યો હતો. બ્રિજ મુદે કોન્ટ્રાક્ટર હોય કે, પછી બેજવાબદારી બદલ અધિકારીઓ સામે પણ ખાતાકિય પગલા લેવા સુચના આપી હતી. જેમાં રોડ રસ્તા અને બ્રિજ મુદે એક ચોક્કસ નિતી બનાવી જોઇએ. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ જ ન થાય. ટેન્ડર શરતોમાં પણ ફેરફાર કરી આવી ઘટના માટે જવાબદારી ફિક્સ થવી જોઇએ.

Latest Stories