Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફ્લાય" જાહેર કલાકૃતિનું સી.એમ.ના હસ્તે ઉદ્ઘાટન

અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફ્લાય" જાહેર કલાકૃતિનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

X

અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફ્લાય" જાહેર કલાકૃતિનું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

અમદાવાદના એસ.જી.હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટર પાર્ક ખાતે "ટુ ગેધર વી ‌ફ્લાય" જાહેર કલાકૃતિને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ ટુ ગેધર વી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી અને 85 ફૂટની ઊંચાઈ ધરાવે છે જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો. આજે જે ભૂમિ પરથી હું વાત કરી રહ્યો છું. તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે, જેનો આપણને સૌને ગર્વ છે. "ટુ ગેધર વી ફલાય "નો સંદેશો દર્શાવે છે કે, આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ.

Next Story