Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 146મી રથયાત્રાનો પ્રારંભ,CM ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ

અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

X

અમદાવાદમા આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું

જગતના નાથ ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નિકળી ચૂક્યા છે. અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરેથી ભગવાનની રથયાત્રા હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે નિકળ્યા હતા. જગન્નાથ મંદિરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા.4.30 વાગ્યે ભગવાનને ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.6.30 વાગ્યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગુલાબી કલરના વાઘા પહેરાવવામાં આવ્યા છે અને ભગવાન ભાઈ અને બહેન સાથે નગરચર્યાએ નિકળ્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રાના પગલે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા તેમજ સલામતીના તમામ પગલા ભરવામાં આવ્યા છે

Next Story