અમદાવાદ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની, સાણંદ હાઇવે પર કર્યો ચકકાજામ

રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે.

New Update
અમદાવાદ : પેપર લીક મુદ્દે કોંગ્રેસ આક્રમક બની, સાણંદ હાઇવે પર કર્યો ચકકાજામ

રાજયમાં હેડ કલાર્કની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે કોંગ્રેસ આક્રમક બની છે. ધંધુકાના ધારાસભ્ય સહિતના કાર્યકરોએ સાણંદ પાસે હાઇવે પર ચકકાજામ કર્યો હતો....

સરકારી નોકરી મેળવવા માંગતા હજારો યુવક અને યુવતીઓની મહેનત પર પાણી ફેરવી દેનારી પેપર લીકની ઘટના હવે સરકાર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચુકી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે સરકારને ઘેરવાની એક પણ તક છોડી રહયાં નથી. દિશા વિહોણી કોંગ્રેસને હવે જગદીશ ઠાકોર જેવા આક્રમક પ્રમુખ મળ્યાં છે ત્યારે પેપર ફુટવાના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક બની સરકાર સામે બાંયો ચઢાવી રહી છે. આજે કોંગ્રેસ તરફથી રાજયભરમાં સરકાર વિરોધી દેખાવો કરવામાં આવ્યાં.. ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહીલ, જિલ્લા ભાજપ પ્રમુખ પંકજસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકરોએ અમદાવાદ- વિરમગામ હાઇવે પર ચકકાજામ કરી દીધો હતો. આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, રાજયની ભાજપ સરકાર પેપર લીક કૌભાંડમાં મોટા માથાઓને બચાવી રહી છે. ચકકાજામની જાણ થતાં પોલીસે દોડી આવી ધારાસભ્ય સહિત 35 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી..

Latest Stories