Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોંગ્રેસ પ્રભારીનું દર્દ છલકાયું કહયું : ગુજરાતમાં 25 વર્ષથી સત્તા નથી, હવે જુથવાદમાંથી બહાર આવો

ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.

X

ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.. હવે સમય આવી ગયો છે જુથવાદથી બહાર નીકળી એકજુટ થવાનો.. તેમ કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ અમદાવાદ ખાતે જણાવ્યું છે..

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને પુર્વ વડાપ્રધાન સ્વ. ઈંદિરા ગાંધીની પુણ્યતિથિને અનુલક્ષી ઠાકોર દેસાઇ હોલમાં કોંગ્રેસના ઉપક્રમે વ્યાખ્યાન યોજવામાં આવ્યું. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે 56 છાતી માત્ર કહેવાથી ન થાય સરદાર પટેલ અને ઇન્દિરા ગાંધીએ બોલ્યા વગર 56 ની છાતીના કામ કર્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્માના નિશાના પર કોંગ્રેસના આગેવાનો પણ રહયાં હતાં. તેમણે સિનિયરોને સલાહ આપી અને ગુજરાત કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ પર ખુલીને બોલ્યા અને કહ્યું કે, આંતરિક જૂથવાદ પૂરો કરી કામે લાગી જાવ. વધુમાં પ્રભારીએ કહ્યું કે 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી. 25 વર્ષ ઓછો સમય નથી.

Next Story
Share it