/connect-gujarat/media/post_banners/41e348a5715bb885d060cdc34a94c992afb99235171d6ecdc1540d3ab03a1bd5.jpg)
કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રાનો પ્રારંભ અમદાવાદનાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યો હતો
આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપ દ્વારા સ્થાપના દિનની ઉજવણીને લઇને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે તો આ તરફ કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની સાબરમતી આશ્રમથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સફેદ વસ્ત્રો પહેરીને હાથમાં તિરંગો લઇને પગપાળા યાત્રા શરુ કરવામાં આવી છે.પદયાત્રા સ્વરુપે કોંગ્રેસ સેવા દળની ટીમ છે તે અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી એટલે કે 1175 કિમીની યાત્રા લઇને જઇ રહ્યા છે. જેમાં મહિલાઓ પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં 10 દિવસ વિવિધ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. કુલ 3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. દરેક ગામમાંથી અન્ન. પાણી અને માટી લેવામાં આવશે. આ પાણી અને માટીથી રાજઘાટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. કનેક્ટ ગુજરાત સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે 75 વર્ષ પહેલા આપણે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયા હતા અને હવે ભાજપની સરકાર લોકોને ગુલામ બનાવી રહી છે સામાન્ય લોકોને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે ત્યારે આ યાત્રા 2024માં દેશમાં રાજનીતિક પરિવર્તન માટે સંદેશા રૂપ બનશે.