/connect-gujarat/media/post_banners/ed0ba3be28979421e3d038abc7c2646ab21c6c02e946c0548982b7b9a8383ba1.jpg)
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે આજરોજ વિધિવત રીતે આપમાં જોડાયા હતા.
કેસરીયા હિન્દુ વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસનાં પૂર્વ નેતા વિજય દવે વિધિવત રીતે આજે આપમાં જોડાયા છે. આ અગાઉ દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલની હાજરીમાં રાજકોટ ખાતે તેઓએ આપમાં જોડાવાનો નિર્ધાર કર્યો હતો ત્યાર બાદ આજરોજ અમદાવાદ ખાતે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના નેતા ઈશુદાન ગઢવીએ તેમણે પક્ષનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.વિજય દવેના સાથે તેમના સંગઠનના ચાર હોદ્દેદારો પણ આપમાં જોડાયા છે.આ અંગે વિજય દવેએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં બદલાવની રાજનીતિ માટે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે.