અમદાવાદ: કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, સરકારની નીતિનો વિરોધ

અમદાવાદ શહેર મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, સરકારની વિવિધ નીતિનો કરાયો વિરોધ.

New Update
અમદાવાદ: કોંગ્રેસના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન, સરકારની નીતિનો વિરોધ

સમગ્ર ગુજરાતમાં રૂપાણી સરકાર પોતાના સફળતાના 5 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસ તેમની સામે ભાજપની નિષ્ફ્ળતા દેખાડે છે. આજે નારી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સામે કોંગ્રેસ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર અને અન્યાય સામે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આજે અમદાવાદ શહેર કોંગ્રેસનાં મહિલા મોરચા ધ્વરા શાહીબાગ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષા અભિયાન અંતર્ગત વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે હાલમાં સમયમાં મહિલાઓ કોઈજ જગ્યાએ સુરક્ષિત નથી આજે દર ચાર દિવસે એક દલિત મહિલા પર બળાત્કારનો બનાવ બને છે અને દર 10 દિવસે એક આદિવાસી મહિલા પર બળાત્કારનો બનાવ બને છે.

આ ભાજપ માત્ર કાગળ પર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરી રહી છે. ગુજરાત ભાજપની સરકાર તેમના સફળતાનાં પાંચ વર્ષની ઉજવણી કરે છે. તેના બદલે મહિલાઓ પાર થતા અત્યાચાર અને બનાવો રોકવા માટે સરકારે કોઈ નક્કર પગલાં લેવા જોઈએ.

Latest Stories