Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: 22 ઓકટોબરે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે કોંગ્રેસની બેઠક, ગુજરાતને નવા પ્રમુખ મળી શકે છે

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને કમાન સોંપવામાં આવ્યા બાદ મોટી ઉલટફેટના એંધાણ મળી રહ્યા છે

X

ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માને કમાન સોંપવામાં આવ્યા બાદ મોટી ઉલટફેટના એંધાણ મળી રહ્યા છેનવા પ્રદેશ અધ્યક્ષ પદ માટે અનેક નામો ની ચર્ચા થઈ રહી છે, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલની હાઈ કમાન્ડ સાથેની બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો છે.બીજી તરફ પ્રદેશ અધ્યક્ષ બનવાની જાણે હોડ જામી હોય તેમ અનેક કોંગી નેતાઓ દાવેદારીનો તાલ ઠોકી રહ્યા છે ત્યારે ગુજરાતના સિનીયર નેતાઓને દિલ્લીનુ તેડુ આવ્યું છે.22 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે રાહુલ ગાંધીના નિવાસસ્થાને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધી બેઠક કરશે. સિનિયર કોંગી નેતાઓ બેઠકમાં હાજર રહેશે.બેઠકના એજન્ડાને લઈ હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. પણ નવા પ્રદેશ અધ્યક્ષ નામ જાહેર થાય તે પહેલા આંતરિક વિવાદને ખાળવા આ બેઠક રાહુલ ગાંધી રઘુ શર્માના કહેવાથી બોલાવી હોય તેવુ અનુમાન રાજકીય વિશેષજ્ઞ માની રહ્યા છે. પ્રદેશ પ્રમુખ માટે હાર્દિક પટેલ તથા અર્જુન મોઢવાડિયા, જગદીશ ઠાકોર, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ તથા પૂંજા વંશનું નામ પણ મોખરે ચાલી રહ્યું છે.જીગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી સોંપાઈ શકે છે આમ ટૂંક સમયમાં કોંગ્રેસને નવા પ્રદેશ અધ્યક્ષ મળે તેવી સંભાવના છે

Next Story