New Update
/connect-gujarat/media/post_banners/7104258a4aa5f44dff3d5098e91751e37ba60fb18039d324f1c77e64c5b502df.jpg)
ભીલોડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું 69 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયગાળાથી બીમાર હતા. ગત મહિને ચેન્નાઈ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે તેમનું નિધન થયું છે ત્યારે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ તરફથી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.
કોંગ્રેસના પ્રભારી ડોકટર રઘુ શર્માએ જણાવાયું કે તેમના અવસાનના સમાચારથી કોંગ્રેસ પક્ષ દુઃખી છે. કોંગ્રેસે એક નિષ્ઠાવાન નેતા ગુમાવ્યા છે .સતત 5 ટર્મથી તેઓ જીતતા હતા. કોંગ્રેસે આદિવાસી સમાજના એક સારા નેતાને ગુમાવ્યા છે તેનું દુઃખ છે .
Latest Stories