અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન, આ વર્ષે કોંગ્રેસની દિવાળી સારી જવાની છે

New Update
અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન, આ વર્ષે કોંગ્રેસની દિવાળી સારી જવાની છે

ગુજરાત કોંગ્રેસમાં મોરબીના કિશોર ચીખલીયા સહિતના સભ્યો ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તમામ લોકોને ખેસ પહેરીને પક્ષમાં સ્વાગત કર્યું હતું.

મોરબીના કિશોર ચીખલીયા વર્ષ 2010માં મોરબી જિલ્લા પંચાયતમાં જીત્યા હતા.2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહેલા છે. એક પણ કમીટી, સમિતિમાં તેઓને હોદ્દો આપ્યો ન હતો. ભાજપની વર્તણૂકથી કંટાળીને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હાથે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ત્યારે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપને હરાવવાનો છે તેમજ લોકોને ભાજપના ચુંગાલમાંથી છોડાવવાના છે.

ગુજરાતમાં જે કઈ રાજનીતિ ચાલી રહી છે તે લોકશાહી માટે ઘાતક છે. સુરતમાં કોંગ્રેસના ચાર યુવા કાર્યકરો સામે પાસા કરીને તેઓને જેલમાં ધકેલવામાં આવે છે.ભાજપના ટાવરના બોલ્ટ ઢીલા પડી રહ્યાં છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસમાંથી એક બાદ એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાની કોગ્રેસ વાપસી બાબતે પણ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વર્ષે કોંગ્રેસની દિવાળી સારી જવાની છે

Read the Next Article

અમદાવાદ : રૂ. 15 લાખના 11 વિદેશી પોપટની ચોરી કરનાર શખ્સ ઝડપાયો, અન્ય 2 લોકોની શોધખોળ...

સામાન્ય રીતે પૈસા, ચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો..

New Update
  • શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો

  • 15 લાખની કિંમતના વિદેશી પોપટની થઈ હતી ચોરી

  • વિદેશી પોપટની ચોરી મામલે એક શખ્સની ધરપકડ

  • ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા

  • તસ્કરોએ છેલ્લા 15 દિવસથી કરી હતી રેકી : પોલીસ

અમદાવાદ શહેરમાંથી રૂ. 15 લાખની કિંમતના વિદેશી પોપટની ચોરી મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છેજ્યારે ફરાર 2 ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

સામાન્ય રીતે પૈસાચીજ-વસ્તુ કે દાગીનાની ચોરી થયાના સમાચાર પ્રકાશમાં આવતા હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગત તા. 8 જુલાઇના રોજ પાલતુ પશુ-પક્ષીની દુકાનના તાળા તોડીને રૂ. 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટ અને અન્ય વસ્તુઓની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય હતી. આ પક્ષીઓમાં એક-એક પક્ષીની કિંમત રૂ. 1.50 લાખથી લઈને 3.20 લાખ જેટલી થાય છે.

જેમાં ઓસ્ટ્રેલિયન પોપટમકાઉ પોપટઆફ્રિકન ગ્રે પોપટએટલેટસ પોપટબ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ પોપટમોલુટન કાકાટીલટુ પોપટ સહિતના પોપટની ચોરી થઈ હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતીત્યારે અમદાવાદ ગ્રામ્યLCB પોલીસ દ્વારા એક તસ્કરની અટકાયત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆરોપી છેલ્લા 15 દિવસથી ચોરી કરવાની જગ્યા પર રેકી કરતો હતો. દુકાનમાંCCTV હોવાથી કેમેરાની સ્વીચ બંધ કરી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીંચોરી કર્યા બાદ કારમાં પોપટને ચોક્કસ જગ્યા પર લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 દિવસે પોપટને બહાર કાઢ્યા હતા. ચોરીના ગુન્હામાં 3 આરોપી હતા. જેમાંથી આરોપી વિશાલની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અગાઉ પણ બકરા ચોરીના કેસમાં પકડાયેલ છે. જોકેદિવાળી બાદ તેના લગ્ન હોવાથી પૈસાની જરૂર હતીજેથી ચોરીનો પ્લાન બનાવ્યો હતોતારે હાલ તો અન્ય 2 ફરાર આરોપીની ધરપકડના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories