/connect-gujarat/media/post_banners/83de5b615ac290c29d12727b25996528729520ac217bf5c2345a3a2f722af886.jpg)
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની દાવેદારી કરનાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈ બાપુને નમન કર્યા હતા
રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે આજે તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરશે ત્યારે તેઓ અમદાવાદ આવી પહોંચતા સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા મલ્લિકાર્જુન ખડગેએ સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી..તેઓએ આશ્રમ પણ નિહાળ્યો હતો તો સાથે હદયકુંજની મુલાકાત કરી હતી અને ત્યારબાદ આશ્રમના અનુભવ તેમણે વિઝીટર બુકમાં ટાંક્યા હતા.મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ પદના દાવેદાર છે ત્યારે આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ પાસે સમર્થન માંગશે અને આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાબતે પણ તેઓ ચર્ચા કરશે